- વાંકાનેરના માટેલ નજીક પેપર મિલમાં લાગી આગ
- 3,500 થી 4,000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ
- આગ વિકરાળ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી
મોરબી :વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપર મિલમાં આગ લાગી હતી. આગ વેસ્ટ પેપરમાં લાગતા ધીમે-ધીમે આગ પૂરા સેડમાં પ્રસરી ગઇ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગ વિકરાળ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી હતી. રાજકોટ ફાયરની ત્રણ ટીમ બોલાવવામાં આવી હતી. જોકે, હાલમાં 15 કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. આગની લીધે 3,500 થી 4,000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ થયો હોવાની માહિતી મળી હતી.