વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે દૂધ કોલ્ડ્રિંક્સ પિતા 150થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઇ હતી જેના પગલે મોરબી આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. ડૉ.વારેવારિયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરિફ શેરસિયા સહિતની ૨૫ લોકોની ટીમ પીપળીયાજ ખાતે પહોંચી ૧૫૦ લોકોની સારવાર હાથ ધરી હતી.
વાંકાનેરમાં દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર - મોરબી
મોરબી: વાંકાનેર તાલુકાના પીપળીયાજ ગામ ખાતે દૂધ કોલ્ડ્રિક્સ પિતા 150 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. જેના પગલે તમામને સારવાર અર્થે ખસેડ્યા હતાં.
દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર
મળતી માહિતી મુજબ હાલમાં તમામની તબિયતમાં સુધાર હોવાનું સામે આવ્યું છે. મુસ્લિમ સમાજનો અગીયારમીનો તહેવાર હોવાથી ગામમાં દૂધ કોલ્ડ્રિક્સની ન્યાજ બનાવવામાં આવી હતી. જે લોકોએ પિતા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે સામાજિક અને ધાર્મિક તહેવારોમાં બને ત્યાં સુંધી દૂધની વસ્તુનો વપરાશ ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.