ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ચોમાસા પૂર્વે જ ડેમો ખાલીખમ, મહિલાઓમાં રોષ

મોરબી: જિલ્લામાં ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જીલ્લાના જળાશયો ભરાયા ન હતા જેથી આ વર્ષે ચોમાસું શરુ થાય તે પૂર્વે જ ડેમો ખાલી થવા લાગ્યા છે.

મોરબીમાં ચોમાસા પૂર્વે જ ડેમો ખાલીખમ

By

Published : Apr 28, 2019, 4:36 AM IST

મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ અંગે અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લાના કુલ ૧૦ ડેમોની કુલ ૧૦,૯૭૦ એમસીએફટી સંગ્રહશક્તિ સામે ફક્ત ૧૬૯૬ એમસીએફટી જળજથ્થો છે. જેમાં જીવંત જથ્થો માત્ર ૧૩૭૩ જ બચ્યો છે એટલે કે જીલ્લાના કુલ સ્ટોરેજ સામે હાલ માત્ર ૧૫.૧૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ છે.

મોરબીમાં ચોમાસા પૂર્વે જ ડેમો ખાલીખમ

મોરબી જીલ્લાના એકમાત્ર મચ્છુ ૨ ડેમમાં ૨૮ ટકા જથ્થો છે. જયારે અન્ય ડેમોમાં ૧૬ ટકા, ૧૩ ટકા અને ૧૦ ટકા જેટલો જથ્થો બચ્યો છે અને ચાર ડેમો ખાલી છે. જેથી આ વર્ષે જળકટોકટી સર્જાઈ શકે તેવા એંધાણ મળી રહ્યા છે. નિયમિત પાણી મળતું ન હોય જેથી મહિલાઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને તંત્ર પાણીની વ્યવસ્થા અંગે આયોજન કરે તેવી માંગ પ્રબળ બની છે

ABOUT THE AUTHOR

...view details