ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી વાંકાનેર હાઈવે પર મોબાઈલ બ્લાસ્ટ થતા બાઈક સ્લીપ થતા યુવાનનું મોત - બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

ચીન સાથે સરહદ પર તનાવની સ્થિતિમાં દેશભરમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જોકે ચીનની ચીજવસ્તુઓ ગુણવત્તાની બાબતમાં હમેશા હલકી સાબિત થતી હોય છે અને આવી હલકી ગુણવત્તાની પ્રોડક્ટના પગલે ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. આવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો હતો. જેમાં ચાઈનાનો મોબાઈલ ખિસ્સામાં ફાટતા બાઈક સવાર યુવાને કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને યુવાને જીવ ગુમાવવો પડ્યો હતો.

મોબાઈલ બ્લાસ્ટ થતાની સાથે જ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
મોબાઈલ બ્લાસ્ટ થતાની સાથે જ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

By

Published : Jul 17, 2020, 7:54 PM IST

મોરબી: વાંકાનેરના વઘાસીયા GIDC ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતા મૂળ યુપીના વતની ગુડ્ડુભાઈ શ્રીભાઈ સાહ વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે બાઈક લઈને મોરબી તરફ જતા હોય ત્યારે રસ્તામાં તેના પેન્ટના ખિસ્સામાં રહેલA મોબાઈલ અચાનક ફાટતા બાઈક સવાર યુવાને મોટર સાયકલ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ થયું હતું. જેમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મોબાઈલ બ્લાસ્ટ થતાની સાથે જ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

આ સમગ્ર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે યુવાનના ખિસ્સામાં રહેલો ચાઇનીઝ કંપનીનો રેડમીનો મોબાઈલ ફાટતા યુવાને બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર બનાવની નોંધ લઇ પોલીસે મોબાઈલ FSL માટે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details