માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેતી 22 વર્ષની છાયાબા રાઠોડે દીક્ષા લેવાનો નિર્યણ કર્યો છે. જેનો દીક્ષા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં છાયાના પરિવાર સહિત રાજપૂત સમાજના અનેક લોકો હાજર રહ્યાં હતા. જેમને છાયાને આશીર્વાદ આપી રવાના કરી હતી.
માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા - માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા
મોરબીઃ જિલ્લાના માળિયા તાલુકામાં રહેતા રાજપૂત પરિવારની દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ પસંદ કર્યો છે. જેનો દીક્ષા સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
માળિયાના ખાખરેચી ગામે રાજપૂત સમાજની દીકરીએ લીધી દીક્ષા
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦માં ખાખરેચી ગામમાં જૈન મુનિઓના આગમન થયું હતું. ત્યારે ગામમાં થતાં વિવિધ ધાર્મિક મહોત્સવમાં છાયાએ સત્સંગનો લાભ લીધો હતો. તે દરમિયાન તેને જૈન મુનિના સાનિધ્યમાં દિવ્ય આનંદની અનુભૂતિ થઈ અને તેને સંયમનો માર્ગ અપનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. જેની જાણ થતાં પરિવારે તેને દીક્ષા લેવાની પરવાની આપી હતી.