મોરબીઃ કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થતા તેની અંતિમ વિધિ માટે પણ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. મોરબી જિલ્લામાં મનાવતા મરી પડવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શનિવારે રાત્રીના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થતા તેની અંતીમ વિધિ માટે વિદ્યુત સ્મશાનમાં સમ્શાન સંભારનારે અંતિમ વિધિ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી.
મોરબી શહેરમાં રહેતા અને ગત તા.10ના રોજ પોઝિટિવ આવેલા દર્દીનું સારવાર દરમિયાન શનિવારે રાત્રીના મૃત્યુ થયું હતું, જેથી તેના અગ્નિદાહ માટે કવાયત શરુ કરવામાં આવી હતી. જોકે વિદ્યુત સ્મશાનની સંભાળ રાખનારે મૃતક પોઝિટિવ દર્દીની અંતિમ વિધિ સ્મશાનમાં કરવા દેવાની ના પાડી હતી.
મોરબી ચીફ ઓફિસર દ્વારા વિદ્યુત સ્મશાનમાં એક ભઠ્ઠી અનામત રાખવાની સુચના આપી હોવા છતાં વિદ્યુત સ્મશાનના ચાલકે પરિવારજનોને અંતીમ વિધી માટે નાં પાડી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. પોલીસ અને તંત્ર દ્વારા સ્મશાન સંભાળનારને વિનતી કરવામાં આવી હોવા છતાં તેને માનવતા દાખવી ન હતી. જેથી મૃતક દર્દીના પરિવારજનો ચિંતિત બન્યા હતા. જે બાબતની જાણ પાલિકા દ્વારા કલેક્ટરને કરવામાં આવતા કલેક્ટરે ગંભીરતાને ધ્યાને લઇ મોરબીના ધોળેશ્વર સ્મશાનમાં મૃતકની અંતિમ વિધિ કરાવી હતી.