મોરબીમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં શરતો ખેડૂતોને નડતરરૂપ બની છે. જે બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ ભારત સરકારના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી ખાતે સી સી આઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ છે. જો કે, અત્યાર સુધીમાં એકપણ ખેડૂતની કપાસની ખરીદી થયેલ નથી. સીસીઆઈની શરતો મુજબ કપાસની ખરીદી 20 કિલોના 1100 રૂપિયા છે. અને ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવું જોઈએ નહિ. પણ વધુ વરસાદના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ છે.
મોરબીમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં શરતો ખેડૂતોને નડતરરૂપ બની - Purchase of cotton at Morbi support price
મોરબી : દર વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે અને ચાલુ વર્ષે પણ કપાસની ખરીદી શરૂ થઇ છે. જો કે, મોરબી સીસીઆઈ દ્વારા થતી ખરીદીમાં હજી સુધી ખેડૂત લાભ લઇ શક્યા નથી. જેથી કપાસની ખરીદીમાં રાખેલી શરતો હળવી કરવા રજૂઆત કરાઈ હતી.
જેના કારણે કપાસની ખરીદી થઇ શકતી નથી અને ટેકાના ભાવે ખરીદ કેન્દ્રનો ખેડૂતો લાભ લઇ શકતા નથી. જેથી સીસીઆઈ દ્વારા ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવું ના જોઈએ. તેના બદલે 15 ટકા ભેજ સુધી લેવામાં આવે તો ખેડૂતોને લાભ મળે અને ખેડૂતોને બજારમાં 900 થી 1000 રૂપિયામાં કપાસ આપવો ના પડે અને ખેડૂતોનું સીસીઆઈમાં વેચાણ ચાલુ થાય.
આમ ખેડૂતોના હિતને સર્વોપરી ગણીને સીસીઆઈ દ્વારા જે ટેકાના ભાવે કપાસ ખરીદવામાં આવે છે. તેમાં ભેજનું પ્રમાણ 8 ટકાની શરત છે. તે 15 ટકા કરવામાં આવે તેવી માંગ કરી છે. તો કપાસમાં ભેજના પ્રમાણ બાબતે ખેડૂતોએ પણ નિરાશા વ્યક્ત કરી છે અને ભેજના પ્રમાણમાં થોડો વધારો કરે તો ખેડૂતને કપાસનો પૂરો ભાવ મળી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.