મોરબીશહેરમાં મચ્છનદીની (Machhunadi of Morbi) જળહોનારત બાદ પુલ તૂટી (morbi bridge collapse) પડવાની ઘટનાને મોરબીના ઈતિહાસની સૌથી મોટી ઘટના મનાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે. કેટલાક પરિવારતો એવા છે કે, જેણે એક જ ઘરમાંથી એકથી વધારે લોકોના મૃતદેહને અગ્નિદાહદીધો હોય. મોરબીમાં તારીખ 31 મી ઑક્ટોબરની સવાર આસું, સિસકારા, ડુસકા અને કાયમ ગળામાં રહી જાય એવા ડુમા સાથે પડી. જ્યાં પુલ તૂટી જવાથી લોકોએ પોતાના ઘરના સભ્યોને કાયમી ધોરણે ખોઈ નાંખ્યા. જ્યારે કેટલાક એવા પણ છે જેમને ઈજા પહોંચી છે એમની સારવાર ચાલું છે. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં કંપની સામે તેમજ તંત્ર સામે રોષ છે. એવામાં એક એગ્રીમેન્ટની કોપી સામે આવી છે.
નગરપાલિકા અને ખાનગી કંપની વચ્ચે ખો-ખો, કરારપત્ર સામે આવ્યો - bridge was opened
મોરબીવાસીઓએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે નવા વર્ષની શરૂઆતમાં જ સ્મશાનની મુલાકાત લેવી પડશે. હૈયાફાટ રૂદન અને કાયમી ખોટ ઊભી થશે. મોરબીની મચ્છુનદીના (Machhunadi of Morbi) કિનારે જાણે મોત તાંડવ કરતું હોય ઓવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રવિવારની રજામાં ફરવા માટે નીકળેલા લોકોને એવી ક્યાં ખબર હતી કે, ઝુલતા પુલની મોજ માણવા માટે લીધેલી ટિકિટ મોતની પાવતી બની જશે. પરિવારજનો પણ ક્યાં જાણતા હતા કે, જીવથી વ્હાલાઓને અંતિમવાર જોવા માટે પણ હાડમારી ભોગવવી પડશે. પુલને લીઈને તંત્ર અને કંપની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે કંપની કરેલા કરારની એક કોપી સામે આવી છે. જોઈએ એક રીપોર્ટ
શું છે આ કોપીમાં આ કોપીમાં કંપની એવું સ્વીકારે છે કે,બ્રીજની તમામ જવાબદારી કંપનીની છે. ગુજરાતના મોરબી જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના પાછળ બ્રિજનું સંચાલન અને જાળવણી કરતી ઓરેવા કંપનીનો કરાર સામે આવ્યો છે. જેમાં કામકાજના સમયગાળાથી લઈને ટિકિટના દર સુધીની માહિતી સ્પષ્ટ કરવામાં આવી છે. અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડને કેબલ બ્રિજ કરારના સ્વીકારકર્તા તરીકે નામ આપવામાં આવ્યું છે. ઓરેવા કંપની નાની કંપની છે. જે ઘડિયાળો અને દિવાલ ઘડિયાળો બનાવવાનું કામ કરે છે. માર્ચ 2022 થી 2037 સુધીનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે. જેને મોરબીના કલેક્ટર અને નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. 6 વર્ષ માટે ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યા હતા. જે નકલમાં દેખાય છે.
કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રિજનો તમામ ખર્ચ કંપનીએ ઉઠાવવો પડશે. જે રિનોવેશન બાદ ફરીથી ખોલવામાં આવશે. પરંતુ મોરબી નગરપાલિકા અને કંપનીએ આ કરારને મંજૂરી આપી છે. બ્રિજની આવક અને ખર્ચ બંને કંપની પાસે રહેશે. જીસસની સિક્યોરિટીથી માંડીને ટિકિટની ગણતરી સુધીનો મામલો લખાયો છે. કરાર પૂરો થયા બાદ બ્રિજ જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં પાલિકા તેને સ્વીકારશે. ઈતિહાસ જોવામાં આવે તો આ પુલ યુરોપીયન શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. લંડનની રાણી વિક્ટોરિયાને ભારતના રાજ્યના નાઈટ કમાન્ડરનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ પુલ મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યો હતો. જે નદીના પટથી 60 ફૂટ ઉપર છે.