મોરબીઃ મૂળ રાજસ્થાનનો રહેવાસી શ્રમિક પરિવાર છેલ્લાં કેટલાક સમયથી અમરસર પાસે ઝૂપડાંમાં રહીને આસપાસનાં ગામોમાં ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતાં હતાં. ગઈ કાલે આ પરિવારની ચાર બાળકીઓ તેની દાદીમાં સાથે ભિક્ષાવૃત્તિ અર્થે તિથવા ગામ ગયેલી હતી. દરમિયાન બપોરના અરસામાં ગામના પાદર પાસેથી પસાર થતી આસોઈ નદીમાં ન્હાવા પડી હતી. એ ચારે બાળકીઓ પાણીમાં ડૂબવા લાગી હતી અને રાજેશ સીતાપરા નામના યુવકે હિંમતભેર 14 વર્ષની બે તરુણીઓને બચાવી લીધી હતી. પરંતુ નાની બે બાળકીઓ પાણીમાં ગરક થઈ જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી.
વાંકાનેરના તિથવા પાસે ડૂબી ગયેલી બે બાળકીનાં મૃતદેહ મળી આવ્યાં - Death
વાંકાનેરના તિથવા પાસે નદીમાં ન્હાવા પડેલા ચાર પૈકી બે બાળકીને ગઈકાલે મંગળવારના રોજ બચાવી લેવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા અન્ય બે બાળકીની શોધખોળ ચલાવવામાં આવતાં તેના મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
વાંકાનેરના તિથવા પાસે ડૂબી ગયેલી બે બાળકીનાં મૃતદેહ મળી આવ્યાં
બીજા દિવસે આજે તણાયેલી બંને બાળકીના મૃતદેહ મળી આવ્યાં હતાં. જેમાં શીતલ બહાદુર મોલેસલામ ઉ.વ. 12 અને કીર્તિ રશીદ મોલેસલામ ઉ.વ. 8 હોવાનું જાણવા મળ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસમથકના વશરામભાઈ આહીરેએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બાળકીના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.