- મોરબીના માર્ગો પર બાઈક રેલીની ભવ્ય સ્વાગત
- 25 જવાનો સાથે બાઈક રેલી મોરબી પહોચી
- બાઈક રેલીઓનું અધિકારીઓ દ્રારા આલિશાન આવકાર
મોરબીઃ 25 પોલીસ જવાનો સાથેની બાઈક રેલી આજે મોરબી જીલ્લામાં આવી પહોંચી હતી.ત્યારે ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સરદાર પટેલ(Sardar Patel)ની જન્મ જયંતી નિમિતે પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (Lakhpat to Kevadia) (નર્મદા) સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાઈક રેલી આજે મોરબી(Morbi) જીલ્લામાં આવી પહોંચતા ભવ્ય સ્વગાત કરવામાં આવ્યું હતું.
ઠેર ઠેર બાઈક રેલીનું ગૌરવવાળું સ્વાગત કરાયું
આજે મોરબી જીલ્લામાં બાઈક રેલી પ્રવેશતા પ્રથમ માળિયા હાઈવે પર ગેલોપ્સ હોટેલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. તો બપોરે મોરબી આવી પહોંચતા મોરબીના મુખ્ય માર્ગો પર ફરી હતી. મોરબીના વેપારીઓએ(The merchants of Morbi), આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપરાંત મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રેલી ટંકારા તરફ પ્રસ્થાન થઇ હતી. જ્યાં ટંકારા ગ્રીન વેલી સ્કૂલ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ-પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા