ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં કરાશે નિમણૂક - various staff

મોરબી: જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગામોમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-૨૪, રસોયા-૩૭ તથા મદદનીશની-૪૪ ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવાની થાય છે. જેમા દરેક ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ પ્રથમ પ્રયત્ન કરવા છતા એસ.એસ.સી પાસ ન હોય તો  ધોરણ -૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી.

સ્પોટ ફોટો

By

Published : Jun 3, 2019, 7:50 PM IST

ભરેલ અરજીફોર્મ તા.૫મી જુન સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરીને મોકલી આપવાનું રહેશે, ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ, કેન્દ્ર રાજય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ, હોમગાર્ડ ગૃહ રક્ષકદળના સભ્ય હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ,અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ હોય કે બરતરફ થયેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ.

રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજય કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી, કર્મચારી ઓના પતિ, પત્ની,પુત્ર,પુત્રી કે જે તેઓના આશ્રિત હોય તે અરજી કરી શકશે નહિ, શાકભાજી, મરીમસાલા,કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિત અથવા કોઇપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યકિત અરજી કરી શકશે નહિ.અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી.

ઉમેદવારે અરજી ફોર્મ સાથે આધારકાર્ડ,બેંકપાસ બુકની નકલ,સ્કુલ લીવીંગ સર્ટિ, માર્કશીટ, રહેણાંક નો પુરાવો,કોઈ પોલીસ ફરિયાદ નથી તે અંગેનું પ્રમાણપત્ર,ચુંટણી કાર્ડની નકલ જોડવાની રહેશેતથા અરજી ફોર્મમાં ફોટો ચોટાડવાનો રહેશે. તથા ઉમેદવારે પોતાનો ફોન નંબર અરજીમાં અવશ્ય દર્શાવાનો રહેશે ઉમેદવારને લેખિત ઇન્ટરવ્યું કોલ મળ્યે તેમાં જણાવેલ તારીખે અને સમયે ઇન્ટરવ્યુંમાં ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે અરજી કરનાર ઉમેદવારે વકીલાત વ્યવસાય સાથે પણ સંકળાયેલ ન હોવો જોઇએ નિમણુક કરવા પાત્ર સ્ટાફની ગામોની યાદી તેમજ વધુ જાણકારી માટે મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર વાંકાનેર ની યાદીમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details