- મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો
- વતનમાં જવાના રૂપિયા નહોતા જેથી બોમ્બ બનાવ્યો
- ઉદ્યોગપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી
મોરબી : વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેક્ટરીમાં શંકાસ્પદ બોમ્બ મળ્યા બાદ પોલીસ ટીમોમાં દોડધામ મચી હતી. જોકે, બોમ્બમાં વિસ્ફોટક પદાર્થ ના હોવાનું ખુલ્યું હતું તો શંકાસ્પદ પાર્સલ મોકલનાર શખ્સને પણ પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં સાઉથ ફિલ્મ જોઇને બોમ્બ બનાવ્યો હતો અને ઉદ્યોગપતિને ધમકી આપી હતી.
વતનમાં જવાના રૂપિયા ના હોય જેથી બોમ્બ બનાવ્યો
વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામીક નામના કારખાનામાં ગુરૂવારે શંકાસ્પદ પાર્સલ કોઇએ મોકલાવ્યુ હતુ અને સેટમેકસ નામના કારખાનાના સિક્યુરિટી ગાર્ડને બોક્ષ આપી ગયા બાદ તે બોક્ષને સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં આપ્યુ હતું. આ બોક્ષ ખોલતાં તેમાં ટાઈમ બોમ્બ જેવું લાગતુ હતુ માટે આ બનાવની પોલીસે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે બોમ્બ સ્કવોડની ટીમની મદદથી બોમ્બ ડીફ્યુઝ કર્યો હતો. જોકે, બોમ્બ બનાવવામાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ના હતો. જે બનાવ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ ચલાવી હતી. જેમાં મોબાઈલથી મેસેજ કરનાર શખ્સ જીતેન બલરામસિંગ લોધીને પોલીસે દબોચી લીધો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.