ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Crime : વાંકાનેર પોલીસે અપરાધ થતા પહેલા જ રોકી બતાવ્યો, જાણો સમગ્ર મામલો

સામાન્ય રીતે કોઈ અપરાધ બન્યા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા સહિતની કામગીરી થતી હોય છે. પરંતુ વાંકાનેર પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે. વાંકાનેર પોલીસે એક અપરાધ બનતા પહેલા જ રોકી બતાવી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. જાણો શું બનવાનું હતું અને વાંકાનેર પોલીસની સમયસૂચકતાથી કેવી રીતે ગુનો બનતા અટક્યો...

Morbi Crime
Morbi Crime

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:08 PM IST

વાંકાનેર પોલીસે અપરાધ થતા પહેલા જ રોકી બતાવ્યો, જાણો સમગ્ર મામલો

મોરબી :ગુજરાત પોલીસ ગુનાને રોકવા અને આરોપીઓના ત્રાસને નાથવા સતત કાર્યરત છે. ત્યારે વાંકાનેર પોલીસ એક ગુનાને બનતા પહેલા જ રોકી બતાવ્યો છે. બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના એક ડોક્ટરના ઘરે થનારા લૂંટનો બનાવ બનતા પહેલા જ આરોપીઓની ધરપકડ કરી હતી.

વાંકાનેર પોલીસનું ઓપરેશન : વાંકાનેર સીટી પોલીસ મથકના PSI ડી. વી. કાનાણી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારમાં લૂંટનો પ્લાન કરતી એક ગેંગ વાંકાનેરમાં આયુર્વેદિક દવાના વ્યવસાય સાથે સંકળાયેલ ડો. ભરતસિંહ રાજપૂતના ઘરે ધાડ પાડવાની તૈયારીમાં છે. આ ગેંગ 2 કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવી હથિયાર સાથે ઘરની આસપાસ આંટા ફેરા કરી રહી છે. ઉપરાંત જો તે ધાડ પાડવામાં સફળ ન થાય તો ડો. ભરતસિંહ પાસેથી મોટી રકમ વસૂલવાના ઇરાદે તેઓનું અપહરણ કરી શકે છે.

શું હતો લૂંટારું ગેંગનો પ્લાન : આ બાતમી મળતા વાંકાનેર પોલીસ મથકના PSI ડી. વી. કાનાણી અને LCB PSI કે. એચ. ભોચીયા સહિતની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે વાંકાનેર-રાજકોટ રોડ પર ગોકુલનગર સોસાયટી સામે રોડ ઉપર વોચ ગોઠવી વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન બાતમી અનુસાર સ્કોર્પીયો કાર નીકળતા બંને ગાડીને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં આરોપીઓ પિસ્તોલ, છરી, લાકડાના ધોકા સહિતના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીઓએ બાતમી અનુસારના ગુનાની કબૂલાત કરી હતી.

આરોપીઓ ઝડપાયા : પૂછપરછમાં મળતી માહિતી અનુસાર જામકંડોરણા ખાતે રહેતા મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા એક સગીર સહિત 7 મહારાષ્ટ્રિયન આરોપી જેમાં સિદ્ધાર્થ ઉર્ફે રોહિત સાબળે, રાજેશ રામાણી, સાંઈ ઉર્ફે સૂર્યા સકટ, વિશાલ સોનવણે, વરૂણ ઉર્ફે ગોલ્લુ શર્મા અને અનિલ ઉર્ફે અલબટ જીંબલ સાથે મળીને ગુનાને અંજામ આપવાના હતા. પરંતુ પોલીસે આ ગેંગના ઇરાદાઓને નાકામ કરીને ધાડ પાડે તે પહેલા જ તમામની ધરપકડ કરી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

જીવલેણ હથિયાર જપ્ત : વાંકાનેર પોલીસે આરોપીઓ પાસેથી 1 પિસ્તોલ, 6 જીવતા કાર્ટીસ, 1 ખાલી મેગ્જીન, 1 એરગન અને 4 છરી સહિત લાકડાના ધોકા, મોબાઇલ ફોન તથા 2 સ્કોર્પીયો ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શું હતો મામલો ? મળતી વિગત અનુસાર આરોપી રવિરાજસિંહને 5 મહિના અગાઉ ડોક્ટર ભરતસિંહ રાજપૂત સાથે અમદાવાદ ખાતે માથાકૂટ થઇ હતી. બાદમાં રવિરાજસિંહે અન્ય શખ્સો સાથે મળીને લૂંટ અને અપહરણ કરી ખંડણી માગવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ પોલીસે તમામને ઝડપી પાડી પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ : મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા વિરુદ્ધ જામનગર બી ડીવીઝન પોલીસ, રાજકોટ તાલુકા પોલીસ, જામનગર સી ડીવીઝન પોલીસ મથક સહિતના પોલીસ મથકોમાં મારામારી, ખંડણી, જુગાર સહિતના ગુનાઓ નોંધાયેલ હોવાની માહિતી મળી છે.

  1. Morbi Bridge Accident: મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ થયું પૂર્ણ, પીડિતોના કાળજે રુઝાતો નથી કારમો ઘા !!!
  2. Morbi Crime News : વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું, આરોપી પ્રેમિકા સહિત 2 ઝબ્બે

ABOUT THE AUTHOR

...view details