ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ડોર ટૂ ડોર સર્વે કામગીરી કરનારા 10 શિક્ષકો કોરોના સંક્રમિત - મોરબીના સમાચાર

મોરબી જિલ્લામાં અને શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આશરે 600 જેટલા શિક્ષકોને ડોર ટુ ડોર કોરોના સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. જેમાં 10 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.

મોરબી
મોરબી

By

Published : Sep 13, 2020, 1:24 PM IST

મોરબી : જિલ્લામાં અને મોરબી શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આશરે 600 જેટલા શિક્ષકોને ડોર ટુ ડોર કોરોના સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. જે બાદ 10 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા.


શિક્ષકોને શરૂઆતના 12 બાર દિવસ ઘરે-ઘરે જઈ દરેક વ્યક્તિના રજીસ્ટરમાં નામ લખવા, ઘરના મુખ્ય વ્યક્તિના મોબાઈલ નંબર સાથે પૂરું નામ, ઉંમર, રોગની વિગત, તાપમાન માપવું, ઓક્સીમીટરથી દરેક વ્યક્તિનું ઓક્સિજન લેવલ માપવું વગેરે કામગીરી સતત 12 બાર દિવસ દરરોજના 100 જેટલા ઘરોનું સર્વે કરવાની કામગીરી આપવામાં આવી હતી.

જે બાદ આ શિક્ષકોમાંથી પ્રથમ ટીમના 46 શિક્ષકો પૈકી 10 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સર્વે ટીમના રજીસ્ટરમાં ઘરના સભ્યોની માહિતી આપનાર વ્યક્તિની સહી લેવાની હોય છે, સહી લેવામાં એક જ પેનનો ઉપયોગ થતો હોવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધુ હોય છે. એટલે કે રજીસ્ટરમાં સહીનો આગ્રહ ન રાખવો જોઈએ. આ બધા જ શિક્ષકો હોમ લર્નિંગની કામગીરી દરમિયાન કસોટીના પેપરો બાળકો સુધી ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે અને વાલીઓ મારફત બાળકોએ લખેલા એકમ કસોટીની બુકો પરત મેળવી રહ્યા છે. આદાન પ્રદાનની આ પ્રક્રિયામાં બાળકો પણ કોરોના સંક્રમિત થવાની ભીતી સેવાઈ રહી છે.

મોરબીમાં શિક્ષકો અને આશાવર્કરોને ડોર ટૂ ડોર સર્વે સહિતની કામગીરી સોપવામાં આવી રહી છે. જો કે, સુરક્ષાના સાધનો આપવામાં આવતા આવતા નથી, તેમજ આશા વર્કર બહેનો નજીવા પગારમાં કામ કરતા હોય છે. ત્યારે તેમની સેફટીનું શું ? અને કોરોના સંક્રમિત થયા હોય તો તેમની જવાબદારી કોણ લેશે? તેવા સવાલો આશા વર્કરોએ ઉઠાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details