ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના રેલવે સ્ટેશન નજીક કન્ટેનરની ટક્કરે શિક્ષિકાનું મોત - મોરબીમાં અકસ્માત

મોરબીના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા મહિલા શિક્ષિકાનું કન્ટેનરને ઠોકરે મોત થયું હતું, તો અકસ્માત બાદ કન્ટેનર ચાલક નાસી ગયાનું જાણવા મળ્યું છે.

મોરબીના રેલવે સ્ટેશન નજીક કન્ટેનરની ટક્કરે શિક્ષિકાનું મોત
મોરબીના રેલવે સ્ટેશન નજીક કન્ટેનરની ટક્કરે શિક્ષિકાનું મોત

By

Published : Jan 6, 2021, 5:11 PM IST

Updated : Jan 6, 2021, 5:26 PM IST

  • મોરબીના રેલવે સ્ટેશન નજીક અકસ્માત
  • સ્કુલેથી ઘરે જઇ રહેલી શિક્ષિકાને કન્ટેનરે હડફેટે લેતા થયું મોત
  • કન્ટેનર ચાલક નાશી ગયો હોવાની મળી માહિતી

મોરબીઃશહેરના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા મહિલા શિક્ષિકાનું કન્ટેનરને ઠોકર મારતા મોત થયું છે, તો અકસ્માત કર્યા બાદ કન્ટેનર ચાલક નાસી ગયાનું જાણવા મળ્યું છે.

પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સુપર ટોકીઝ નજીકની રાવલ શેરીમાં રહેતા અને નવલખી ફાટક પાસે લાયન્સ સ્કૂલના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગોરીબેન સીપરા નામના શિક્ષિકા પગપાળા ચાલીને જતા હોય ત્યારે રેલવે સ્ટેશન પાછળના ભાગમાં કન્ટેનર ચાલકે મહિલા શિક્ષિકાને ઠોકરે ચડાવ્યા હતા, આ અકસ્માતમાં શિક્ષિકાને ગંભીર ઇજાઓ પહોચી હતી, જેના કારણે શિક્ષિકાનું કરુણ મોત થયું હતું, આ બનાવ અંગે રેલવે પોલીસમાંથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જી કન્ટેનર ચાલક નાસી ગયો હતો, તો પોલીસે બનાવની નોંધ કરી ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Last Updated : Jan 6, 2021, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details