ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારાના હડમતીયા ગામે રસ્તો બંધ કરી દેતા કલેકટરને રજૂઆત - Road Close

મોરબીઃ જિલ્લાના ટંકારાના હડમતીયા ગામે આવેલા ખેતરમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય, જે મામલે બુધવારના રોજ અરજદાર અને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

ટંકારામાં રોડ બંધ કરાતા રજૂઆત

By

Published : May 29, 2019, 7:28 PM IST

ટંકારાના હડમતીયાના રહેવાસી શિવલાલ ટપુભાઈ ડાકાએ ગ્રામજનો અને કોંગ્રેસ આગેવાનોને સાથે રાખીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે, જેમાં જણાવ્યું કે ટંકારાના લજાઈ હડમતીયા રોડની બાજુમાં ગૌધન ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે તેની બાજુમાં ખેતીની જમીન સર્વે નં ૧૯૬ પૈકી ૪ છે, તેની બાજુમાં મોટાભાઈ આંબાભાઈ ટપુભાઈની જમીન છે અને તેની બાજુમાં નરભેરામ ટપુભાઈની જમીન આવેલી છે, જે ખેતરમાં જવાનો રસ્તો કારખાનાની બાજુમાંથી થઈને ખેતરમાં જાય છે.

ટંકારામાં રોડ બંધ કરાતા રજૂઆત

ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં રામાપીરનું મંદિર આવેલ છે, તે મંદિરમાં સેવા કરતા નરભેરામ ગંગારામ ખરા અને તેની પત્ની નીરૂબેનએ તેઓએ તથા તેના મોટાભાઈ નૌતમ ગંગારામ ખરાએ અમારા ખેતરમાં જવાનો રસ્તે તેના ખેતરનો પાળો તોડી રસ્તો બંધ કરી દીધેલ છે. જેના કારણે ખેતરમાં જવા માટે મુશ્કેલી પડે છે.

ટંકારામાં રોડ બંધ કરાતા રજૂઆત

ગત તારીખ ૨૮-૦૫ના રોજ બપોરે અમારા ભાઈઓ અને ગામના આગેવાનોની હાજરીમાં સર્કલ ઓફિસર પંચરોજ કામ કરવા આવેલ જ્યાં રસ્તો બંધ કરનાર પતિ પત્ની ઉશ્કેરાય જઈને રસ્તો ખુલ્લો નહિ કરવા દઈએ, જ્યાં જવું હોય ત્યાં જાવ કહીને અધિકારીની સામે જ ધમકી આપી હતી.

આ મામલે ટંકારા પીએસઆઈને લેખિતમાં અરજી કરી છે, આ વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરી પગલા લેવાની માંગ કરી છે, તેમજ જો ન્યાય નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details