શુક્રવારના રોજ અરજદાર સહિતના લોકોએ ટંકારા મામલતદારને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે ટંકારા ગામે પછાત વર્ગોને સાથણીમાં ખેતીની જમીન મળેલ તેમાં ખોટા હુકમો, રેકર્ડનો નાશ અને રેકર્ડમાં ચેડા કરીને ટંકારામાં અગાઉ ફરજ બજાવી ચુકેલા તલાટી કમ મંત્રી દમ્યાન્તીબેને ગેરકાનૂની કૃત્ય આચરેલ છે.
ટંકારામાં પછાતવર્ગને આપેલી જમીનના રેકર્ડમાં ચેડા કરી કોભાંડ આચર્યાનો આક્ષેપ - જમીનમાં ગેરરીતી આચરવામાં આવી
મોરબીઃ જિલ્લાના ટંકારામાં વર્ષ 1998 થી 2000ની સાલ સુધી તલાટી કમ મંત્રી રહેલા દમયંતીબેન દ્વારા પછાતવર્ગને આપેલી સાંથણી જમીનમાં ગેરરીતી આચરવામાં આવી હોય અને એક હજાર કરોડનું કોભાંડ આચર્યું હોય તેવી લેખિત રજૂઆત સાથેનું આવેદન પાઠવીને કાયદેસર પગલા લેવાની અરજદારે માગ કરી છે.
ટંકારાની ફરજ દરમિયાન તેણે પાડેલ નોંધોની સમીક્ષા કરવામાં આવે અને સાધનિક કાગળો તપાસવામાં આવે તો ટંકારા ગામનું એક હજાર કરોડનું કોભાંડ સામે આવી શકે છે. જે જમીન કોભાંડ અંગે અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2008માં તેમને કરેલ રાઈટ ટૂ ઇન્ફર્મેશન અરજી બાદ આ જમીન કોભાંડનો ખુલાસો થયો છે.
ગુનેગારો સામે કાયદેસર પોલીસ ફરિયાદ કરી પગલા લેવાય તેવી માગ ઉઠી છે. જો યોગ્ય પગલાં નહીં ભરાય તો જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી દર્શાવી છે, તો આ મામલે ટંકારા મામલતદારે જણાવ્યું હતું કે અરજી મળી છે. જેમાં જમીન રેકર્ડમાં ચેડા કર્યાની રજૂઆત છે જે અંગે યોગ્ય તપાસ કરીને પગલા ભરીશું.