ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: ટંકારાના હડમતીયા નજીક હિંસક પ્રાણીનો બાળકી પર હુમલો - latest news in Violent creature

મોરબી: જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામના વોકળાના કાંઠે વાડી વિસ્તારમાં ડાકા ગોવિંદ ટપુભાઈના ખેતરે ઝુંપડામાં રહેતા આદીવાસી ખેત મજૂર પરીવાર ઘોર નિંદ્રામાં હતો. મજૂર પરિવારની 4 વર્ષની સોનલને માતા લીલાબેન બાળકીને પડખામાં લઈ સાડીમાં વિટડાવીને સુતા હતા. વાલસોઈ દીકરીને હિસંક જનાવરના મુખમા જોઇને માતાએ ચીસ મૂકી હતી.

Violent animal attack
ટંકારા

By

Published : Jan 8, 2020, 7:38 AM IST

જેથી હિસંક પ્રાણી બાળકીને છોડી નાશી ગયું હતું અને બાળકીને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થ રાજકોટ ખસેડવામાં આવી છે.

ટંકારાના હડમતીયા નજીક હિંસક પ્રાણીનો બાળકી પર હુમલો

આ ઘટનાને પગલે ખેત મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જે ધટનાની જાણ થતા વન વિભાગના કુંડારિયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને હિંસક જનાવરની ભાલ મેળવવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. બાદમાં હિંસક પ્રાણી ક્યું છે. તે જાણવા માટે એક્સપર્ટની ટીમની મદદ લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details