ગુજરાત

gujarat

By

Published : May 11, 2019, 6:58 PM IST

ETV Bharat / state

ટંકારામાં દીપડાને પાંજરે પુરવા વનવિભાગ જાગતું રહ્યું આખી રાત, દીપડો આવ્યો જ નહીં

ટંકારાના માલધારીના વાડામાં પૂરેલા માલઢોર પર દીપડાએ હુમલો કરીને ૪૫ થી વધુ ઘેટાનું મારણ કર્યું હતું અને દીપડો દેખાતા વન વિભાગે શુક્રવારે રાત્રીના પાંજરું ગોઠવી આખી રાત્રી દીપડાને પાંજરે પૂરવા કસરત કરી હતી, પરંતુ ગત રાત્રીના દીપડો ડોકાયો જ નહી અને વન વિભાગ આખી રાત જાગતું રહ્યું હતું.

ટંકારા

ટંકારાના રહેવાસી બાબુભાઈ મોમભાઈ નામના માલધારીના વાડામાં બાંધેલ ૪૫ થી વધુ ઘેટાનું મારણ દીપડાe કર્યું હોય તેવુ ફોરેસ્ટ વિભાગના અધિકારી જે ટી કુંડારિયાની ટીમની તપાસમાં સામે આવ્યું હતું અને દીપડાએ દેખા દેતા વનવિભાગ એલર્ટ મોડમાં મુકાયું હતું તેમજ ગત રાત્રીના દીપડો મારણ કરેલ ખોરાક આરોગવા માટે આવે તેવી સંભાવનાને પગલે પાંજરું ગોઠવી તેમજ ફોરેસ્ટની આખી ટીમ વિસ્તારમાં તૈનાત કરી હતી આખી રાત્રી જાગીને ફોરેસ્ટ ટીમે દીપડાને પાંજરે પુરવા માટે ઈન્તેજાર કર્યો હતો.

સ્પોટ ફોટો

જો કે, દીપડો ગત રાત્રીના વિસ્તારમાં ફરક્યો જ ન હતો. તો દીપડાને પાંજરે પૂરવા કમર કસી ચુકેલા ટંકારા રેંજ ફોરેસ્ટ ટીમ આજે શનિવારે રાત્રીના પણ પાંજરું ગોઠવીને સતત વોચ રાખશે અને જો આજે દીપડો દેખાય તો ગમે તેમ કરીને પણ તેને પાંજરે પુરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે તેમ રેંજ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું છે ફોરેસ્ટ ટીમને આખી રાતનો ઉજાગરો કરાવીને દીપડો દેખાયો જ નથી જોકે રાહતની વાત એ રહી કે અન્ય કોઈ વિસ્તારમાં ગત રાત્રીના દીપડો પહોંચ્યો ના હતો વળી દીપડાને પાંજરે પૂરી દેવા ફોરેસ્ટ ટીમ આજે પણ તૈનાત રહેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details