મોરબીઃ ખેડૂતોની દેવા માફી, ખેડૂતોને વીમો મળે અને પાલ આંબલીયાને ન્યાય મળે તેવી માગ સાથે મોરબીના ઘૂટું ગામના 20 ખેડૂતોએ રવિવારે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. જગતતાત ડિજિટલ આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે, તેમાં ઘૂટું ગામના ખેડૂતોએ સહયોગ આપ્યો હતો.
આ સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલમાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે, અને અતિવૃષ્ટિના સમયે મોરબી જિલ્લો અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં અવ્યો હોવા છતાં હજૂ સુધી પાક વીમો આપવામાં આવ્યો નથી. ખેડૂતોના પ્રશ્નને લઈને લડત લડતા પાલ આંબલીયા જ્યારે પોતની માંગણીઓ લઈને સરકાર પાસે જાય છે, ત્યારે તેમને માર મારવામાં આવે છે.
ઘૂટું ગામના ખેડૂતોએ કર્યા પ્રતિક ઉપવાસ મોરબીના ઘૂટું ગામે પ્રતિક ઉપવાસ પર બેઠેલા યુવાનોની મુલકાત ધારાસભ્ય લલિત કગથરાએ લીધી હતી. આ મુલાકાત દરમિયાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની હાલત દયનીય છે, અને તમામ ધંધા ઉધોગમાં ખેડૂતોનું યોગદાન રહેલું છે. ભાજપ સરકાર દેશને ખેતી પ્રધાન દેશ કહે છે. ખેડૂતો 56 ટકા પ્રીમીયમ ભારે છે, તેમ છતાં પણ પાક વીમો કેમ ન મળે તેવા સવાલો કર્યા હતા.
21 મેઃ રાજકોટમાં કોંગી ખેડૂત નેતા પાલ આંબલિયાને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20 મે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા સહિતના અન્ય નેતાઓ ડુંગળી, એરંડા સહિતના પાકની બોરીઓ લઈને વિરોધ કરવા માટે દોડી આવ્યા હતા. તેઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. ત્યારબાદ જામીન પર મુક્ત કર્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ પાલ આંબલિયાને રાજકોટ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.