ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મહિલાઓએ સપ્તાહમાં એક દિવસ સફાઈ અભિયાન ચલાવશે - safai abhiyan

મોરબીઃ શહેરમાં ગંદકી અને ઉકરડાઓના સામ્રાજ્ય વચ્ચે પાલિકા તંત્ર નાગરિકોને સ્વચ્છ મોરબી આપવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે પારકી આશા સદા નિરાશાના સૂત્રને નગરજનો સાર્થક કરીને જાતે જ ઝાડું ઉઠાવીને સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે.

મોરબીમાં મહિલાઓએ સપ્તાહમાં એક દિવસ સફાઈ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું

By

Published : Jun 29, 2019, 5:12 PM IST

મોરબીમાં જાગૃત મહિલાઓએ એકત્ર થઈને એક મંડળની રચના કરી છે અને સતત ઘરકામમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ સપ્તાહમાં એક દિવસ સફાઈ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. જે સંકલ્પ અનુસાર જાગૃત મહિલાઓએ રવાપર રોડ પરની સોસાયટી તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન ચલાવ્યું હતું. તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને શહેરને સ્વચ્છ બનાવવા સૌ કોઈ જાગૃત બને તેવી અપીલ કરી છે.

મોરબીમાં મહિલાઓએ સપ્તાહમાં એક દિવસ સફાઈ અભિયાન ચલાવશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબીમાં ડોક્ટરોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા બાદ નાગરિકો, યુવાનો, વડીલો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને બે માસથી વધુ સમયથી સફાઈ અભિયાન ચલાવે છે. ત્યારે મહિલાઓ પણ પાછળ કેમ રહી જાય. મોરબીની જાગૃત મહિલાઓએ પણ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું બીડું ઝડપ્યું છે અને મોરબીને સ્વચ્છ બનાવવાની નેમ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details