ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાઈ - GUJARAT

મોરબીઃ જિલ્લાના જાંબુડિયા નજીક અગાઉ પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે પતિ સહિતના ચાર સાસરીયાઓએ પરિણીતાને મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

MRB

By

Published : Jul 14, 2019, 2:56 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સ બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

.

ABOUT THE AUTHOR

...view details