ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સિરામિક ઉદ્યોગે ફેલાવેલા પ્રદુષણનો NGTની ટીમ કરશે સર્વે - ravi motwani

મોરબીઃ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપ્યા બાદ આદેશની અમલવારી માટે જીપીસીબી ટીમે સઘન સર્વે હાથ ધર્યો હતો. હવે એનજીટીની ટીમે મોરબીમાં ચાલતા સિરામિક ઉદ્યોગે કેટલું પ્રદુષણ ફેલાવ્યું છે તેનો સર્વે કરી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 4, 2019, 5:24 PM IST

મોરબીમાં કોલગેસ પ્રતિબંધની અમલવારી માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરની ટીમોએ બે વખત સર્વે કર્યો હતો. કોલગેસ વાપરતા તમામ યુનિટોમાં આદેશની અમલવારી થતી હોવાની ખાતરી કરી હતી, જ્યારે કોલગેસ પ્રતિબંધ લાગુ પડી ગયો છે, ત્યારે મોરબીથી વાંકાનેર સુધી ફેલાયેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોલગેસ કદડો અને કેમિકલ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકીને કેટલું પ્રદુષણ ફેલાવાયું છે તેની પણ નોંધ થશે.

હવા, પાણી અને જમીનમાં પ્રદુષણ ફેલાયું હોય જેના સર્વે માટે એનજીટીએ નિવૃત જજ ડી.સી પટેલની આગેવાનીમાં કમિટી રચી હતી. જે કમિટીની ટીમે હાલ મોરબીમાં ધામા નાખ્યા છે.કમિટી દ્વારા એક માસમાં સર્વે કરી રિપોર્ટ સોંપવામાં આવશે. હાલમાં ટીમમોરબીના મકનસર રોડ, સરતાનપર રોડ, ઘૂટું રોડ સહિતના સિરામિક ઝોનમાં સર્વે કરી રહી છે અને રીપોર્ટ એક માસમાં તૈયાર કરીને સોપી દેવામાં આવશે.

આ દરમિયાન એનજીટીની કમિટીએ જીપીસીબી અધિકારીઓ તેમજ સિરામિક એશોના હોદેદારો સાથે પણ બેઠક કરી હતી. જેમાં પ્રદુષણને રોકવા અને કોલગેસ પ્રતિબંધ અમલવારી માટે સિરામિક એસો દ્વારા પ્રતિબધ્ધતા દાખવવામાં આવી હતી. સાથે જ ગુજરાત ગેસ કંપની સિવાય અન્ય ગેસ કંપનીઓની લાઈનો નાખવાની મંજુરી આપવામાં આવે તો ઉદ્યોગને જરૂરિયાત મુજબ ગેસ મળી રહે અને ગેસ સપ્લાય પૂરતા પ્રમાણમાં થઇ શકે તેવી રજૂઆત સિરામિક એસોશીયેસન દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details