મોરબી:જિલ્લામાં અલગ-અલગ સસ્તા અનાજની દુકાનમાં વારંવાર ગરીબ જનતાના અનાજનો બારોબાર વહીવટ પતાવી દેવામાં આવતો હોય છે, ત્યારે માળિયા તાલુકાના ગ્રાહક સેવા ભંડારમાં (Cheap grocery store) શનિવારના રોજ સાંજના માળિયા પુરવઠા વિભાગ (Supply department Maliya) અને મામલતદાર ટીમે (Mamlatdar team Maliya) દરોડા પાડીને જથ્થાને સીઝ કર્યો હતો. આ પ્રકારની ઘટના એક માસમાં બીજીવાર ઝડપાઈ હોવાથી લોકો દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરીને ગ્રાહક સેવા ભંડાર કાયમી બંધ કરવા કહેવામાં આવ્યું છે.
ગ્રાહક સેવા ભંડારને બંધ કરવા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરાયો
માળિયાના ગ્રાહક સેવા ભંડારના સંચાલકની ગેરરીતિની ફરિયાદને પગલે પુરવઠા વિભાગ ટીમે ગત તા.૨૨ નવેમ્બરના રોજ સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking) કરી ૨.૭૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો, છતાં પણ ગ્રાહક સેવા ભંડારનો સંચાલક હજુ ગેરરીતી કરતો હોવાની ફરિયાદો અને અનઅધીકૃત રીતે અનાજનો જથ્થો બાજુમાં આવેલા એક મકાનમાં રાખ્યો હોવાની બાતમી મળતા શનિવારના રોજ માળિયા મામલતદાર ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.