હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ પડોશમાં રહે છે. તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે. આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી વિવાદનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય કર્યો હતો. ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હળવદમાં સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા - gujarat
મોરબી : હળવદના ચુપણી ગામે અંધશ્રદ્ધામાં બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે જે બાબતને લઈ ઝગડો થયો હતો. આ બનાવને લઈ અંધશ્રદ્ધામાં મહિલાનો હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવતા મહિલા દાઝી ગઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![હળવદમાં સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3596001-thumbnail-3x2-mrb.jpg)
અંધશ્રદ્ધા : ઉકળતા તેલમાં હાથ નાખાતા મહિલા દાઝી
અંધશ્રદ્ધા : ઉકળતા તેલમાં હાથ નાખાતા મહિલા દાઝી
હળવદ પોલીસે બંને પક્ષની અરજી લઈને વધુ તપાસ શરુ કરી છે. તો અંધશ્રદ્ધાના કિસ્સાને ચોતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
Last Updated : Jun 18, 2019, 11:55 PM IST