ગુજરાત

gujarat

ETV Bharat / state

6 માસના બાળકનું ક્લેફ્ટ લિપનું સફળ ઓપરેશન

કોઇ ગર્ભવતી સ્ત્રીને ગર્ભમાં રહેલા બાળકને જન્મજાત ખામી હોય તે પ્રકારનું નિદાન થાય, ત્યારે સ્વાભાવિક રીતે કોઇપણ સ્ત્રીને ચિંતા થાય કે બાળકનું સ્વાસ્થ્ય કેવું રહેશે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીના કવિતા કેયુરભાઇ દંગી નામની ગર્ભવતી યુવતીને પોતાના ગર્ભમાં રહેલા બાળકને ક્લેફ્ટ લિપ જન્મજાત બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

6 માસના બાળકનું ક્લેફ્ટ લિપનું સફળ ઓપરેશન
6 માસના બાળકનું ક્લેફ્ટ લિપનું સફળ ઓપરેશન

By

Published : Mar 28, 2021, 5:33 PM IST

  • મોરબીના 6 માસના બાળકનું ફાટેલા હોઠનું સફળ ઓપરેશન
  • પરિણીતાને ગર્ભમાં રહેલા બાળકને ક્લેફટ લિપની હતી બીમારી
  • MOU કરેલી ખાનગી હોસ્પિટલોમાં પણ થાય છે

મોરબીઃ કોઇ ગર્ભવતી સ્ત્રીને ગર્ભમાં રહેલ બાળકને જન્મજાત ખામી હોય તે પ્રકારનું નિદાન થાય ત્યારે સ્વાભાવિક રીતે કોઇપણ સ્ત્રીને ચિંતા થાય કે બાળકનું સ્વાસ્થ્ય કેવું રહેશે. પરંતુ જો ડૉક્ટર આ રોગની યોગ્ય સારવાર અને બાળકના ભવિષ્યનું ભવિષ્ય સુરક્ષિત હોવાનો સધિયારો આપે તો ભવિષ્યમાં માતા બનનારી આ સ્ત્રીને ખૂબ મોટી રાહત મળે છે.

જન્મજાત બિમારીની તપાસ

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીમાં, અહીંના સ્થાનિક કવિતા કેયુરભાઇ દંગી નામની ગર્ભવતી યુવતીને પોતાના ગર્ભમાં રહેલા બાળકને ક્લેફ્ટ લિપ એટલે કે ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કવિતાબહેન કેયુરભાઇ દંગીને પોતાના ગર્ભમાં રહેલા બાળકને ક્લેફ્ટ લિપ એટલે કે, ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું સામે આવતા બાળકના ભવિષ્ય અંગે ચિંતા થતા અને બાળકના જન્મ થયા બાદ તેની સારવાર અને ખર્ચ અંગે પણ વિચારો ઘેરા બન્યા હતા. જોકે આ સમયે જ અહીંના અર્બન હેલ્થ સેન્ટરના નર્સ ડોલીબહેને સધિયારોએ સમગ્ર કિસ્સો ડૉ. અમીતભાઇ અને ડૉ. પ્રકાશભાઇને જણાવ્યું હતુ. આ બન્ને ડૉક્ટરોએ પણ કવિતાબહેનને બાળકના જન્મબાદની ઓપરેશન અને સારવાર અંગે અવગત કરાવ્યા હતા.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરાવ્યું ઓપરેશન

રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે. જેની જાણ કારી આપી હતી અને બાળકના જન્મ થયાના 6 માસ બાદ બાળકનું સફળતાપૂર્વક કલેફ્ટ લીપનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સંદર્ભ કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ સંદર્ભ કાર્ડના આધારે સરકારે MOU કરેલી ખાનગી હોસ્પિટલોમાં પણ તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવે છે અને જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે. ફાટેલા હોઠનું ઓપરેશન થયા બાદ કવિતાબહેન પોતાના ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મોરબી અર્બન સેન્ટરના નર્સ ડોલીબેન, રીમપલબેન સારદીયા, ડૉ. અમીતભાઇ તેમજ ડૉ. પ્રકાશભાઇએ RBS કે, સંદર્ભ કાર્ડ કઢાવી આપવામાં ખૂબ જ મદદ કરી છે. આ સંદર્ભ કાર્ડના આધારે જ એક મહિના પહેલાં જ રાજકોટની પ્રસિદ્ધ સ્માઇલ કેર હોસ્પિટલમાં વિનામૂલ્યે મારા બાળક શ્રેયાંસનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details