ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં શાળાના ભૂલકાઓએ પોલીસ મથકની મુલાકાત લીધી - Gujarati News

મોરબીઃ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્થિત ઉમા વિદ્યાસંકુલમાં બાળકોને અભ્યાસ સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળે તેવા હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત તાજેતરમાં ધોરણ 7નાં 150 જેટલા વિદ્યાર્થીઓને મોરબી City A ડીવીઝન પોલીસ મથકની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ પોલીસ મથકની મુલાકાત લીધી, કર્યા માસૂમ સવાલો

By

Published : Jul 8, 2019, 10:00 AM IST

ઉમા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓએ પોલીસ મથકની મુલાકાત દરમિયાન પીએસઓ ટેબલ, લોકઅપ રુમ, બાળ કોર્નર, એમઓબી, બારનીશી, ક્રાઈમ, એકાઉન્ટ, કોન્ફરન્સ રુમ/ મિટિંગ રૂમ, પીઆઇ ચેમ્બર વગેરે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ટેબલ પર કરવામાં આવતી કામગીરી, પોલીસ સ્ટેશનનું સેટઅપ વિષે જાણકારી આપવામાં આવી હતી તથા મોરબી CCTV પ્રોજેક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ લાગેલા કેમેરાઓનું લાઈવ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ સાથે ઇ ગુજકોપ ઓનલાઈન અને પોલીસ સ્ટેશનની કોમ્પયુટરાઈઝ કામગીરી વિશે પણ સમજ આપવામાં આવી હતી.

આ સાથે આ મુલાકાતમાં પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ ઝાલા, એએસઆઈ ચંદુભાઈ, ફાલ્ગુનભાઈ પટેલ, સુરેશભાઈ, પુનમબેન,રણજીતભાઈ સહિતના ઓફિસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના વિવિધ માસૂમ સવાલોના જવાબ આપીને તેમની મૂંઝવણ દૂર કરી હતી અંતમાં બાળકોને ચોકલેટ આપી આ મુલાકાત માટે શુભેચ્છા પાઠવી હતી.


ABOUT THE AUTHOR

...view details