બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે તંત્રની લાલઆંખ - બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી
હળવદઃ ની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તાલુકાના મયુરનગર ગામે રેતી ચોરી કરતા ૨ હોડીને ઝડપી લઇ તેને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ દ્વારા લાલ આંખ
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં અનેકવાર તંત્રએ રેતી ચોરી પર દરોડા પાડયા છે. તેમ છતાં રેત માફિયાઓ ચોરી કરવાનું ભૂલ્યા નથી. હાલ તો ચોમાસાને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની ભારે આવકને કારણે નદીમાં પાણી ભરાઈ જતાં રેતી ચોરો નદીમાં હોડી મૂકી રેતી ચોરી કરી રહ્યા હતા. આ અંગેની જાણ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને થતા. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે રેતી ચોરી માટે મુકેલા બે હોડીની સીલ કરી છે.
બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે તંત્રની લાલ આંખ