આ મામલે જય જવેલસૅના ભરતભાઈ સોની જણાવ્યું હતું કે, સવારે 10 થી 11 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરેથી 2 થેલા સોના-ચાંદીના જુદા-જુદા દાગીના ચેન બુટી, માછલી, ઝાંઝરા, નજરીયા, સોનાના ઓમ, વગેરે જેની અદાજીત કિંમત 70,000 અને 12,000 રોકડા 2 થેલા હતા. જે દુકાનમાં મૂકીને દુકાન બંધ કરી સામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા કોઈ અજાણ્યો શખ્સે દુકાન ખોલીને ભરબજારે 2 થેલા લઇને ફરાર થઈ ગયો હતો. મંદિરેથી આવીને જોતા મુકેલા થેલા ગુમ જણાતા થતાં પોલીસને જાણ કરી હતી. મુખ્ય બજારમાંથી ધોળા દિવસે ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મંદિરમાં દર્શન કરવા જતા દુકાનમાં થઇ ચોરી
મોરબી: હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા સાવ કથળેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. એવામાં અસામાજિક તત્વોને પણ મોકળું મેદાન મળ્યું હોય તેઓ ઘાટ જોવા મળે છે. હળવદ પંથકમાં પોલીસની ધાકનો વધુ એક નમૂનો જોવા મળ્યો જ્યાં શુક્રવારના રોજ હળવદ મેઇન બજારમાં જય જ્વેલર્સ નામની દુકાનમાંથી સવારના 10 થી 11 વાગ્યાની આસપાસ એક અજાણ્યા શખ્સે દુકાનમાંથી 2 થેલા લઈને ફરાર થઈ જતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્પોટ ફોટો
ત્યારે કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં છે, વેપારીઓ જણાવી રહ્યાં છે કે, શું ધોળા દિવસે ચોરી કરનારને પકડીને હળવદ પોલીસ પોતાની આબરૂ બચાવી શકશે. તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.