- મોરબીમાં પ્રતિદિન 70થી 80 ટેસ્ટ કરી શકાશે
- સપ્તાહમાં અપગ્રેડ કરી ક્ષમતા વધારવાનું લક્ષ્ય
- રેમડેસીવીર ઈન્જેકશન માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરાશે
આ પણ વાંચોઃજામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા
મોરબીઃ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના RT-PCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના જિલ્લા કલેક્ટર જે. બી. પટેલે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવી છે અને હાલ મોરબી સિવિલમાં દાખલ દર્દીને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રતિદિન 70થી 80 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે તો સપ્તાહમાં વ્યાપ પણ વધારવામાં આવશે. આ સાથે અન્ય વિસ્તારને પણ આવરી લેવાશે. આ ઉપરાંત કલેક્ટરે નાગરિકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી અને સેનિટાઈઝરથી હાથ ધોવાની અપીલ કરી હતી.