ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાંથી અન્ય જિલ્લામાં જવા માટે ST બસ સેવા શરુ - news in morbi

મોરબી જિલ્લામાં એસટી સેવા શરૂ કરવામાં આવી છે. જો કે, શરૂઆતમાં માત્ર મોરબી જિલ્લાની અંદર જ એસટી બસ દોડવામાં આવી હતી. જ્યારે શનિવારથી આંતર જિલ્લામાં એસટી સેવા શરુ કરવામાં આવી છે. જેમાં મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માટે એસટી સેવા શરુ કરી છે.

ST bus service started in Morbi
મોરબીમાંથી અન્ય જિલ્લામાં જવા માટે ST બસ સેવા શરુ

By

Published : May 23, 2020, 3:16 PM IST

મોરબી: જિલાલામાંથી રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર રૂટ પર એસટી બસો ચાલુ કરવામાં આવી છે. જેમાં મોરબીથી સુરેન્દ્રનગર, મોરબી-જમનગર અને મોરબીથી રાજકોટ એસટી બસો શરૂ કરવામાં આવી છે. મોરબીથી સુરેન્દ્રનગર એક અને મોરબી-જામનગર સવારે અને બપોરે રૂટ શરૂ કરવામાં આવ્યા હતા.

મોરબીમાંથી અન્ય જિલ્લામાં જવા માટે ST બસ સેવા શરુ

જ્યારે મોરબી રાજકોટ વચ્ચે દૈનિક અપડાઉન કરનારો મોટો વર્ગ હોય છે. તેમજ મોટાભાગના લોકો રાજકોટની બસો ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે 10 બસો દરરોજ દોડવાની હોવાથી પ્રવાસીઓને રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details