ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સિવિલ હોસ્પિટલની લીફ્ટ છાસવારે બંધ થતા દર્દીઓ પરેશાન - morbi news

મોરબીઃ હોસ્પિટલના જવાબદાર અધિકારી પોતાની મનમરજીથી વહીવટ ચલાવતા હોય જેથી દર્દીઓને પરેશાન થવું પડે છે તેવું દર્દીઓએ જણાવ્યું હતું. વધુમાં સિવિલ હોસ્પિટલની લીફ્ટ પણ ગમે ત્યારે બંધ હોવાની ફરિયાદો જોવા મળે છે.

sport Photo

By

Published : Apr 4, 2019, 11:55 PM IST

મોરબીની જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રહેલી એકમાત્ર લીફ્ટ છાશવારે બંધ જોવા મળે છે. ગુરૂવારે સવારથી લીફ્ટ બંધ હતી, જેને પગલે બીમાર અને અશક્ત દર્દીઓને નાછુટકે પગથીયા ચડવા ઉતરવાની ફરજ પડી હતી. તે ઉપરાંત સવારમાં દવાનો જથ્થો આવી પહોંચ્યો હતો, જે પણ નીચે લીફ્ટ પાસે જ ગોઠવીને મૂકી દેવાયો હતો.

sport photo

સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સીડી ચડીને તો દવાનો જથ્થો તેના નિયત સ્થાન સુધી પહોંચાડે નહિ અને લીફ્ટ બંધ હતી એટલે દવાનો જથ્થો પણ ત્યાં જ પડેલો જોવા મળ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના નિમ્ભર અધિકારીઓને દર્દીની પરેશાની સાથે કશી લેવાદેવા જ ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને સંવેદનહીનતાના ઉદાહરણ પુરા પાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details