મોરબી : વાંકાનેરના વાલાસણ ગામના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. તે અંગે પોલીસે તપાસ કરી હતી. જે અંગે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ચોરીને અંજામ આપનાર બીજુ કોઈ નહી, પરંતુ ફરિયાદીનો પોતાનો દીકરો જ હતો.
વાંકાનેરના વાલાસણ ગામમાં દીકરાએ જ ઘરમાં હાથફેરો કર્યાનો ખુલાસો - ચોરીની ઘટના
વાંકાનેરના વાલાસણ ગામના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. જે ઘટનાને લઈ પોલીસને તપાસમાં ચોરી કરનાર ફરિયાદીનો દિકરો હોવાનું જાણવા મળ્યુ છે. ફરિયાદીના દિકરાએ જ ઘરમાંથી દાગીના અને રોકડ સહિત આશરે 4 લાખ જેટલી રકમની ચોરી કરી હતી.
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના બંધ મકાનના તાળા તોડી રોકડ 1,55,000 રુપિયા અને દાગીના સહીત કુલ 3,95,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે પ્રો.નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને ફરિયાદીના દીકરાએ જ ચોરી કરી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે ફરિયાદીના દિકરાની પુછપરછ કરી હતી. પોલીસની કડક પુછપરછ બાદ આરોપી દિકરાએ પોતાના જ ઘરમાંખી 4 લાખ જેટલી રકમની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ તકે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.