ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં તસ્કરોએ બંધ મકાનમાંથી કરી 7.25 લાખની ચોરી - Theft in a closed building

મોરબીમાં એક પરિવાર લગ્નમાં ગયો હતો અને પાછળથી તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7.25 લાખની ચોરી કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મોરબીમાં બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યાં
મોરબીમાં બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યાં

By

Published : Jul 3, 2020, 2:15 PM IST

  • મોરબીમાં બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યાં
  • બંધ મકાનમાં કુલ રૂપિયા 7.25 લાખની ચોરી
  • દિવસે ચોરી થતા પોલીસની કામગીરી સામે ઉઠયા સવાલો

મોરબીઃ સરદાર બાગ પાછળના વિસ્તારમાં રહેતો પરિવાર માત્ર ચાર કલાક માટે બહાર ગયો ત્યાં તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7.25 લાખની ચોરી કરી હતી.

મોરબીમાં બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યાં

મોરબીના સરદાર બાગ પાસે કાયાજી પ્લોટ શેરી નંબર-1મા રહેતા જયેશભાઇ છોટાલાલ કંસારા તેના પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. બપોરના 4 વાગ્યાના અરસામાં પરત ફર્યા હતા. તે દરમિયાન તસ્કરો તેમના ઘરમાં નવેરાનો દરવાજાનો લોક તોડી પ્રવેશ્યા હતા અને રૂમમાં કબાટમાં રાખેલા 14 તોલા સોનાના દાગીના રૂપિયા. 4.20 લાખ તથા રોકડ રકમ રૂપિયા. 3 લાખ મળી કુલ રૂપિયાા 7.25 લાખની ચોરી કરી ગયા હતા. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો ધોળા દિવસે ચોરી થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

ABOUT THE AUTHOR

...view details