મોરબી : કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાંથી 6 લોકો મૃત્યુના દુખદ પ્રસંગે મોરબી આવ્યા હોવાની જાણ થતા પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ 6 લોકોને મોરબીના ઘૂટું ખાતેના કોરોનટાઈન ફેસીલીટીમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો સ્વસ્થ છે અને કોરોનાના કોઈ લક્ષણો દેખાયા ના હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.
કોરોનાના હોટસ્પોટ અમદાવાદથી 6 લોકો મોરબી આવતા તંત્રમાં દોડધામ - મોરબી કોરોના ન્યૂઝ
કોરોના મહામારી વચ્ચે બિનજરૂરી હેરફેર રોકવા જાહેરનામાં પ્રસિદ્ધ હોવા છતાં પણ બહારના સેન્ટરમાંથી નાગરિકો આવતા હોય છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદથી 6 લોકો મોરબી આવ્યા હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદી બની અમદાવાદથી આવેલા 6 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મીનાબેન ભરતભાઈ ચાવડા રહે અમદાવાદ, વાળાનાભાઈ કલ્પેશભાઈ જેઠાભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હોવાથી, ભરત મોહન ચાવડા, મીનાબેન ભરત ચાવડા, મહેશ બાબુ વાઘેલા, હરેશ સુરેશ વાઘેલા, મોહન હમીર વાઘેલા અને માવજી હમીર વાઘેલા, રહે બધા અમદાવાદ વાળા મોરબી રોહીદાસપરામાં આવ્યા હતા. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કરી કોરોના વાઈરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભયું કૃત્ય કર્યો હોવાથી પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ (બી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.