વાંકાનેરમાં નેતા જુગાર રમતાં ઝડપાયાં
સીરામિક ફેકટરીમાં વાંકાનેર પોલીસે દરોડો પાડ્યો
વાંકાનેરમાં નેતા જુગાર રમતાં ઝડપાયાં
સીરામિક ફેકટરીમાં વાંકાનેર પોલીસે દરોડો પાડ્યો
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત છ જુગાર રમતા ઝડપાયાં
વાંકાનેર- પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ સીરામિક ફેક્ટરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધાર વાંકાનેર સિટી પોલીસ ટીમે ગત રાત્રીના સમયે વઘાસીયા ગામની સીમમાં આવેલ પ્લુટો સિરામિકના કારખાનામાં દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચોઃ દારૂ લોકો માટે ટોનિક છે, કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેનો બફાટ
પોલીસને આ સ્થળેથી જુગાર રમતાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા, જયદીપભાઇ મનજીભાઈ કાલરીયા, રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા, ઉમેશભાઈ ચંદુભાઈ જાકાસણીયા, રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા અને વિપુલભાઈ જગદીશભાઈ કોરિયાને ઝડપી લીધાં હતાં. વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ.3,50,000 અને મોબાઈલ મળી કુલ રૂ.3,63,000 નો મુદ્દામાલ પણ કબજેે કર્યો હતો.
આ પણ વાંચોઃ Duplicate Remdesivir Injection Case - ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડમાં 3 આરોપીના રિમાન્ડ મંજૂર