ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મચ્છુ-2 હોનારતને 40 વર્ષ પૂર્ણ, પાલીકા દ્વારા મૌન રેલી યોજાઈ - મચ્છુ-2 હોનારત

મોરબીઃ 11 ઓગષ્ટના રોજ મચ્છુ-2 હોનારતને 40 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જળ હોનારતના દિવંગતોની યાદમાં દર વર્ષે નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડી બાદમાં પાલિકા કચેરીથી મૌન રેલી યોજાય છે.

machchhu-2 Disaster

By

Published : Aug 12, 2019, 12:54 PM IST

ત્યારે મચ્છુ-2 જળ હોનારતની 40 મી વરસી નિમિતે મોરબી નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળી હતી. આ રોલીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેક્ટર આર. જે. માકડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતન વિલ્પરા , શહેરના અગ્રણીઓ તેમજ નગરજનો જોડાયા હતા. આ મૌન રેલી પાલિકા કચેરીથી નહેરુ ગેઇટ ચોક થઈને મણી મંદિર પાસે પહોંચી હતી. જ્યાં દિવંગતની સ્મૃતિમાં બનાવેલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે હોનારતમાં સ્વજનો ગુમાવનાર પરિવારોની આંખો આંસુથી છલકાઈ હતી.

મચ્છુ-2 હોનારતને 40 વર્ષ પૂર્ણ થતાં પાલીકા દ્વારા મૌન રેલી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details