- વેપારી એસોસિએશનનો નિર્ણય
- હોલસેલના વેપારીઓએ બપોરના 2 પછી દુકાનો બંધ રાખી
- તમામ વેપારીઓએ સ્વૈછિક દુકાનો બંધ રાખી
મોરબીઃશહેરમાં ખાદ્યતેલ વેપારી એસોસિએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન તેમજ જથ્થાબંધ અનાજ કરીયાણાના વેપારીઓએ કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે દુકાનો બપોરે 2 સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે. જે મુજબ સોમવારથી બપોરે 2 સુધી દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ વેપારીઓ બંધ પાળશે. બપોરના 2 વાગ્યા બાદ બંધને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને 150 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બપોરના 2 વાગ્યા બાદ બંધ કરી હતી.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણમાં વધારો, ખાનપુરના વેપારીઓ બે દિવસ દુકાનો સ્વયંભુ રાખશે બંધ