ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનારા દુકાનદારે ટંકારાની PSI ટીમને ધમકાવતા ફરિયાદ નોંધાઇ - Unlock in morbi district

મોરબીના ટંકારા PSIની ટીમ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારા પાનના ગલ્લાના દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા દુકાનદાર સહિત 4 ઈસમોએ પોલીસ સામે ગેરવર્તણુંક કરી હતી.

મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારે ટંકારાની PSI ટીમને ધમકાવતા ફરિયાદ નોંધાઇ
મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારે ટંકારાની PSI ટીમને ધમકાવતા ફરિયાદ નોંધાઇ

By

Published : Aug 11, 2020, 6:55 PM IST

મોરબી: શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા પાનના ગલ્લાના દુકાનદાર વિરુદ્ધ પગલા લેવા ટંકારાની મહિલા PSIની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દુકાનદાર અને અન્ય 4 શખ્સોએ તેમને ધમકાવ્યા હતા અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.

ટંકારા મહિલા PSI એલબી બગડાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ટંકારા ઉગમણા નાકા પાસે પ્રકાશ કરશન સોલંકીના પાનના ગલ્લા પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જાહેર સ્થળે ચારથી વધુ માણસો એકત્ર થયા હતા. આથી તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જતા આરોપી કિશોર કરશન સોલંકી, હીના કિશોર સોલંકી, નીતા કિશોર સોલંકી અને અરવિંદ કરશન સોલંકીએ આવીને ધાકધમકી સાથે ગેરવર્તણુંક કરી હતી.

ઉપરાંત તેમણે પાનના ગલ્લાવાળા પ્રકાશ સોલંકીને પણ ભગાડી દીધો હતો જેથી તેમની સામે કાર્યવાહી થઇ શકી નહી. આ તમામે જાહેરનામા ભંગ કરી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details