મોરબી:સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની (Shaktisinh Gohil In Morbi) મુલકાતે આવ્યા હતા.શક્તિસિંહ ગોહિલેભાજપની સરકાર પર આક્રારા પ્રહારો કર્યા હતા. તેમણે મોરબીને મળનારી મેડિકલ કોલેજ (medical college in morbi) ખાનગી સંસ્થાને આપીને મોરબીની અન્યાય થતો હોવાની વાત કરી હતી. તો શિક્ષણ મુદ્દે ચાલતી રાજનીતિ (Politics On Education In Gujarat) મામલે પણ સરકારી શાળાનું શિક્ષણ ખોરવાયું (Quality Of Education In Gujarat) હોવાની વાત કરી હતી.
પોલીસના ગ્રેડ પે મામલે બોલ્યા શક્તિસિંહ- જિલ્લા કોંગ્રેસ કાર્યલય (District Congress Office Morbi) ખાતે જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ અને ધારાસભ્ય લલિત કગથરા સાથે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરસનું આયોજન કર્યું હતું. તેમણે પોલીસના ગ્રેડ પે (police grade pay in gujarat) મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નીલમ મકવાણા પોતાના ગ્રેડ પે માટે લડતી (police grade pay protest in gujarat) રહી. તેને હોસ્પિટલમાં પહોંચી અને અવયવો દાન કર્યા ત્યાં સુધી સરકાર નમી નહોતી. ગુજરાતમાં પેપરો (Paper Leak Scam In Gujarat) ફૂટે છે, જેથી ગુજરાતના યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો:Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન
પેપર ફૂટવાના મૂળવમાં ભાજપના જ નેતાઓ- શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પેપર ફોડનારા ભાજપના જ કાર્યકરો (BJP Workers In Gujarat) અને નેતાઓ મૂળમાં છે અને લાખો રૂપિયામાં પેપરો વહેંચ્યા છે. એની સામે લાલબત્તી કરનારા યુવરાજસિંહ સામે 307 લગાવવામાં આવી છે. હું એક વકીલ છું એટલે કહું છું કે, 307 લાગે જ નહીં. તો મોરબીને ગ્રીન મેડિકલ કોલેજ (green medical college morbi)ની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે બ્રાઉન મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરવા મામલે તેમણે જણાવ્યું હતું કે, મોરબીના લોકોને મેડિકલ કોલેજ મળે તે માંગણી યોગ્ય હતી.