ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટરનું પાણી ભરાતા વેપારીઓ પહોચ્યા કલેકટર કચેરી - Gujarati News

મોરબીઃ શાક માર્કેટમાં અનેક સ્થળે ગંદા પાણીના તલાવડા ભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે. છતાં પાલિકાનું  તંત્ર કોઈ કાર્યવાહી કરતુ ન હોય, જેથી શુક્રવારના રોજ વેપારીઓનું ટોળુ કલેકટર કચેરી પહોંચ્યું હતુ અને જિલ્લા કલેકટરને ગંદા પાણીના તલાવડા અંગે રજૂઆત કરી હતી.

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટરના પાણીના તલાવડા, ભભૂકતો રોષ

By

Published : Jun 29, 2019, 12:59 AM IST

મોરબીના નહેરુ ગેઇટ શાક માર્કેટ પાછળ ગટરના પાણીનો નિકાલ થતો ન હોય ,જેથી ગટરના ગંદા પાણી ઉભરાય છે. જે અંગે નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી શુક્રવારના રોજ સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યુ હતું.

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટરનું પાણી ભરાતા વેપારીઓ પહોચ્યા કલેકટર કચેરી

જેમાં જણાવ્યુ છે કે ઉભરાતી ગટરના કારણે 250 થી વધુ ધંધાર્થીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઉભરાતી ગટરને કારણે પગપાળા પસાર થવું મુશ્કેલ બને છે, તેમજ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકાના સત્તાધીશો કે સફાઈ કર્મચારીઓ અનેક રજૂઆત બાદ પણ ફરક્યા નથી, જેથી શાક માર્કેટમાં ગંદકી મામલે યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી.

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટરનું પાણી ભરાતા વેપારીઓ પહોચ્યા કલેકટર કચેરી

ABOUT THE AUTHOR

...view details