ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં કોંગ્રેસ સદસ્ય અપહરણ મામલે પોલીસ મથકે ધરણા, આપવામાં આવી લેખિત અરજી - Wankaner Taluka Panchayat

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સદસ્યના અપહરણ થયાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસી ધારાસભ્યઓએ પોલીસ મથકે ધરણા કર્યા હતા.

વાંકાનેરમાં કોંગ્રેસ સદસ્ય અપહરણ મામલે પોલીસ મથકે ધરણા
વાંકાનેરમાં કોંગ્રેસ સદસ્ય અપહરણ મામલે પોલીસ મથકે ધરણા

By

Published : Mar 14, 2021, 8:53 PM IST

  • કોંગ્રેસના સદસ્યના અપહરણ થયાના ગંભીર આક્ષેપો
  • કોંગ્રેસી ધારાસભ્યઓએ પોલીસ મથકે ધરણા કર્યા
  • સદસ્યના દીકરી જમાઈએ વીડિયો બહાર પાડી અપહરણની થિયરી નકારી કાઢી

મોરબીઃવાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સદસ્યના અપહરણ થયાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસી ધારાસભ્યઓએ પોલીસ મથકે ધરણા કર્યા હતા. તે દરમિયાન સદસ્યના દીકરી જમાઈએ વીડિયો બહાર પાડી અપહરણની થિયરી નકારી કાઢી હતી. તો કોંગ્રેસના ધારાસભ્યે વીડિયો સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ લેખિત અરજી આપવામાં આવી જેના આધારે પોલીસે તપાસ ચલાવી છે.

વાંકાનેરમાં કોંગ્રેસ સદસ્ય અપહરણ મામલે પોલીસ મથકે ધરણા, આપવામાં આવી લેખિત અરજી

કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ધરણા

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના સદસ્ય સુરેશભાઈ બલેવીયાને શનિવારના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નિવેદનના બહાને બોલાવી બાદમાં ભાજપને સોપી દીધાના આક્ષેપો કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. જેના પગલે વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ વાંકાનેર સીટી પોલીસ મથકે ધરણા કર્યા હતા. તેમજ લેખિત અરજી આપતા પોલીસે તપાસ ચલાવી હોવાનું જણાવ્યું હતુ. વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના કહેવાતા અપહરણ મામલે દીકરી જમાઈએ વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં અપહરણ થયાની થિયરીને જ નકારી કાઢવામાં આવી હતી અને તેઓ પરિવાર સાથે હોવાનું જણાવ્યું હતું. જે વીડિયો મામલે ધારાસભ્ય પીરજાદાએ જણાવ્યું હતું કે, જમાઈએ પરિવારના સદસ્યના કહેવાય અને વીડિયો સામે સવાલો ઉઠાવી સદસ્યના અપહરણના આક્ષેપને વળગી રહ્યા હતા.

લેખિત અરજી સ્વીકારી પોલીસે તપાસ ચલાવી

સમગ્ર બનાવ મામલે DYSP રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને તાલુકા PSI સામે આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે આ મામલે લેખિત અરજી સ્વીકારી વાંકાનેર પોલીસ સમગ્ર બનાવની તપાસ ચલાવી રહી હોવાનું જણાવ્યું હતું.

સદસ્યના દીકરી-જમાઈએ વીડિયો બહાર પાડ્યો, કોર્ટ અને વિધાનસભામાં મુદ્દે ગજવશે

સુરેશભાઈ નામના સદસ્યને પોલીસ સ્ટેશન બોલાવી બાદમાં ખાનગી કારમાં લઇ જઈને ભાજપને સોપવામાં આવ્યા હતા. PSI જાડેજાએ અરજી આવી હોવાનું જણાવી તપાસ માટે નિવેદન નોંધવા બોલાવી બાદમાં ભાજપને સોપવામાં આવ્યા હતા. PSI ભૂંડી ભૂમિકા હોય. જે મામલે હાઈકોર્ટ સુધી તેમજ સરકારમાં રજૂઆત કરાશે. તેમ પણ ધારાસભ્ય મહમદ પીરઝાદાએ જણાવ્યું હતું અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details