ટ્રાફિકના આકરા દંડના નવા કાયદામાં લાગુ કરવામાં આવ્યા છે. મોરબીમાં ટ્રાફિક બગ્રેડના જવાનો આ નવા કાયદાનું સુચારુ રીત અને લોકો સાથે શિસ્તબ્ધ રીતે વર્તીને પાલન કરે તે માટે મોરબી અને રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી ટ્રાફિક એજ્યુકેશનના ટ્રસ્ટના સહયોગથી મોરબી, વાંકાનેર અને હળવદ ટ્રાફિક બ્રિગ્રેડનું સન્માન કરવામા આવ્યું હતું.
મોરબીમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સેમીનાર યોજાયો - બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ
મોરબી: કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ ગુજરાત સરાકરે પણ તેમાં સુધારા કરીને તેને લાગુ કર્યા છે. મોરબી અને રાજકોટની સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે પાંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રાફિક જવાનોને પ્રોત્સાહિત કરવાના માટે ટ્રાફિક બ્રિગેડનું સન્માન, મેકઅપ હેરસ્ટાઇલ સેમિનાર, વિવિધ રોગોના મેગા કેમ્પ, ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર સહિતના પાંચ જેટલા કાર્યક્રમ યોજાયા હતા.
morbi
ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિકના સુચારુ આયોજનની જાણકારી આપવા માટે ટ્રાફિક સેમિનાર યોજાયો હતો. જેમાં નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે. વી. શાહે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.