મોરબી જિલ્લા શિક્ષણધિકારી બી એમ સોલંકીએ જિલ્લાની સ્વનિર્ભર શાળા સંચાલકો અને આચાર્યને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દરેક શાળા દ્વારા સાચી માહિતી પ્રસિદ્ધ થાય તે જરૂરી છે. સાચી માહિતીના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણધિકારી કચેરીને ટેલીફોનીક પૂછપરછ કરવામાં આવે છે.
મોરબી સ્વનિર્ભર શાળાને ફી નિયમનનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ - deo letter
મોરબીઃ જિલ્લામાં સ્કૂલમાં હાલ વેકેશન પૂર્ણતાને આરે છે અને હવે શાળાઓમાં નવા સત્રની શરૂઆત થવાની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન અંગે કરેલી જોગવાઈઓ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે દરેક શાળાઓને પત્ર લખાયો છે.
મોરબી સ્વનિર્ભર શાળાને ફી નિયમન કાયદાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ
તે ઉપરાંત આગામી શૈક્ષણિક સત્રના સંદર્ભે પ્રવેશકાર્ય ચાલુ હોય અને સ્વનિર્ભર શાળાઓને મળેલ મંજુરીની શરતો તેમજ ફી નિયમન ધારાની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા આ અંગે ઉભા થનાર પ્રશ્નો માટે સંચાલક કે આચાર્યની જવાબદારી રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે.