ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Bridge Collapse Case: પુરાવા નથી તેવો જવાબ આપતા SIT એ રીપોર્ટ મોકલ્યો - Morbi Suspension Bridge Case

મોરબી ઝુલતા પુલ કેસમાં પુરાવા નથી તેવો જવાન આપતા (Morbi Suspension Bridge Case) SITએ રીપોર્ટ મોકલવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને 50 પાનાનો સીટનો વિસ્તૃત રીપોર્ટ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે.

Morbi Suspension Bridge Case: મોરબી ઝુલતા પુલ કેસમાં પુરાવા નથી તેવો જવાન આપતા સીટએ રીપોર્ટ મૂક્લ્યો
Morbi Suspension Bridge Case: મોરબી ઝુલતા પુલ કેસમાં પુરાવા નથી તેવો જવાન આપતા સીટએ રીપોર્ટ મૂક્લ્યો

By

Published : Feb 6, 2023, 2:22 PM IST

મોરબી:મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના કોઇ ભૂલી નહી શકે. કેટલાય લોકોની જીદગી આ નદીમાં હોમાઇ ગઇ. રવિવારની રજા હતી પરંતુ યમરાજાએ રજા ના રાખી.મચ્છુ જાણે મહાણ બની ગઇ હતી. પોતાના પરિવારનું સભ્ય ગયું હોય તે જ આ સમજી શકે. સરકારને કે તંત્રને હવે ખો-ખો રમીને કદાચ વાત પણ પતાવી દેશે. ઝુલતા પુલ દુર્ધટના કેસમાં હાઈકોર્ટ દ્વારા કડક વલણ બાદ સરકારીના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે જવાબ માંગવામાં આવ્યો છે. પાલિકાના શાષકોએ સાપ પણ ના મારે અને લાકડી પણ ના તૂટે તેવો રજુ જવાબ રજુ કરવામાં આવ્યો હતો.

તાબડતોડ સામાન્ય સભા:મોરબી પાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે સરકારના શહેર વિકાસ વિભાગ દ્વારા નોટીસ આપી જવાબ માગવામાં આવતા પાલિકાની તાબડતોડ સામાન્ય સભા બોલવામાં આવી હતી. જવાબ રજુ કરવા માટે મોરબી નગરપાલિકા પાસે કોઈ આધાર પુરાવા ના હોવાનો ગોળ ગોળ જવાબ રજુ શહેરી વિકાસ વિભાગ પાસે કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને 50 પાનાનો સીટનો વિસ્તૃત રીપોર્ટ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse: ઉમિયા મંદિર સિદસરથી લઈ સિરામિક એસોસિએશને કર્યું જયસુખ પટેલનું સમર્થન

બેઠક મળે તેવી સંભાવના:તાજેતરમાં મોરબી ઝુલતા પુલ દુર્ધટના મામલે મોરબી નગરપાલિકામાં બોલવામાં આવેલ સામાન્ય સભામાં સર્વાનુમતે નગરપાલિકા પાસે હાલમાં ઝુલતા પુલને લગત કોઈ સાહિત્ય ઉપલબ્ધના હોય સુપરસીડ કરવા અંગે નોટીસનો જવાબ રજુ કરવા સમય માગ્યો હતો. બીજી બાજુ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઝુલતા પુલ દુર્ધટના કેસમાં એસઆઈટી દ્વારા તૈયાર કરવામ આવેલ તપાસનો 50 પાનાનો રીપોર્ટ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે ફગાવી આરોપીઓની જામીન અરજી, જેલવાસ લંબાયો

ગરમ થયો:આપેલ રીપોર્ટના આધારે તત્ક્કાલીક જવાબ રજુ કરવા પણ સુચના આપી દેવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ રીપોર્ટ બાદ મોરબી નગરપાલિકા ના સભ્યોમાં શાંત પડેલો માહોલ ફરી ગરમ થયો છે અને સરકારને જવાબ આપવા માટે ટૂંક સમયમાં જ તમામ સભ્યોની બેઠક પણ યોજવાની શક્યતા છે. સંજોગોમાં વિભાજીત સભ્યો સરકારને કેવો જવાબ રજુ કરશે તે તો સમય જ બતાવશે.

મોરબીનું ગૌરવ પાણીમાં ડૂબ્યું:મોરબીનું ગૌરવ ગણાતો ઝૂલતો પુલનો કોન્ટ્રાક્ટ મેળવીને તા.26 -10 -22 ના ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે પદાધિકારીઓ સહિત કોઈને જાણ કર્યા વગર કે સેફટી સર્ટીફીકેટ મેળવ્યા વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો અને તા. 30-10-22 ના તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના દુર્ધટનામાં મૃત્યુ થયા હતા. સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી 50 પાનાનો રીપોર્ટ રજુ કર્યો હતો. જે રીપોર્ટ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી પાલિકાને આપી જવાબ માંગવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details