ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં વાલીઓની સંમતિ સાથે ધોરણ 6થી 8ની શાળાઓ શરુ - morbi news

કોરોના મહામારીને પગલે મહિનાઓથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જે હવે કોરોના કેસ નિયંત્રણમાં જણાવાથી અગાઉ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરુ કર્યા બાદ શુક્રવારથી રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીની મોટાભાગની શાળાઓમાં વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

મોરબી
મોરબી

By

Published : Feb 19, 2021, 5:35 PM IST

  • વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો અને મિત્રોને જોઈ હર્ષ અનુભવ્યો
  • કોરોનાની ગાઈડલાઈન સાથે શાળામાં વિદ્યાર્થીઓએ કર્યો પ્રવેશ
  • સોશિયલ ડિસ્ટન્સની રખાઈ ખાસ કાળજી

મોરબી: મહિનાઓ સુધી ઘરે રહીને તેમજ ઓનલાઈન શિક્ષણ લઈને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ મહિનાઓ બાદ પોતાના મિત્રોને અને શિક્ષકોને જોઇને ખુશ જોવા મળ્યા હતા. શાળાઓમાં પ્રવેશ સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ બાળકોને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોરબીની મોટાભાગની શાળાઓમાં વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

કોરોનાની ગાઈડલાઈન સાથે શાળામાં વિદ્યાર્થીઓએ કર્યો પ્રવેશ

મિત્રો અને શિક્ષકોને મળીને વિદ્યાર્થીઓ ખુશખુશાલ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહિનાઓ બાદ શાળાઓ શરુ થતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળતા બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details