મોરબી:હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2015માં તે સમયના સેક્રેટરીથી લઈને ક્લાર્ક સુધીના 7 શખ્સો ડુપ્લીકેટ પહોચ મારફતે ફી ઉઘરાવતા હોવાનું કૌભાડ ખૂલ્યું હતું. આ મામલે એ.સી.બી. પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ-માળિયામાં અન્ય એક ગુનાખોરીમાં હાઈવે પર રોડની સાઈડમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.
ડુપ્લીકેટ ફી પહોચ બનાવી પૈસાની ઉધરાણી કરી હતી:હળવદ માર્કેટીંગ યાર્ડમાં ગત તારીખ 13 ફેબ્રુઆરી 2015થી 26 માર્ચ 2015 દરમ્યાન તે સમયના સેક્રેટરી વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા, વાઇસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા, કલાર્ક હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા), કલાર્ક નિલેષભાઇ વિનોદભાઇ દવે, કલાર્ક પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી, કલાર્ક ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા અને કલાર્ક અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ સહિતના તમામ હળવદ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓ દ્વારા ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ/ફી ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. પુર્વનિયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર રીતે રૂ. 23,19,754 ની માર્કેટીંગ ફી ઉઘરાવી હતી અને માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હતો.
પોલીસે કાર્યવાહી કરી:આ મામલે મોરબી એસીબી પી આઈ જે એમ આલ ફરિયાદી તરીકે રહ્યા છે તો તપાસ અઘિકારી ડી.વી.રાણા-પો.ઇન્સ. એ.સી.બી. સુરેન્દ્રનગર, સુપર વિઝન અઘિકારી- વી.કે.પંડયા મદદનીશ નિયામક એ.સી.બી રાજકોટ એકમ જોડાયા છે.