ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા, પોલીસ તપાસ હાથ ધરી - Tankara Latest News
મોરબી: ટંકારા તાલુકાના સાવડી ગામે ઘેલાભાઈ ચૌહાણ નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રાજકોટ ફોરેન્સિક PM માટે ખસેડાયો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હતો. આ હત્યા લૂંટના ઈરાદે થઇ હોવાની પરિવારને આશંકા હતી.
![ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા, પોલીસ તપાસ હાથ ધરી ટંકારાના સાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5207304-thumbnail-3x2-morbi.jpg)
મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ તથા ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકાના આધારે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક PM માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં મૃતકના પુત્ર નાગજીભાઈ ચૌહાણએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ PSI એલ.બી.બગડાને સોંપી છે.