- સૌરભ પટેલે સરકારના કામોની વિકાસગાથા વર્ણવી
- મોરબીમાં વિકાસની પ્રસંશા કરી
- સિરામિક માટે વીજળીની વ્યવસ્થા કરી
મોરબી: રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અનુસંધાને મોરબી માર્કેટિંગ યાર્ડમાં સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓને ચેક અને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- સરકારની 5 વર્ષની ઉજવણી: 9 દિવસનો કાર્યક્રમ કરાયો જાહેર
સૌરભભાઈ પટેલે રાજ્ય સરકારના વિકાસની ગાથા રજૂ કરી હતી
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી પ્રધાન સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીમાં સૌરભભાઈ પટેલે રાજ્ય સરકારના વિકાસની ગાથા રજૂ કરી હતી.