સાઉદી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં સંભવિત ડ્યુટી વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો
મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે અને મોરબીમાં ઉત્પાદન કરાતી સિરામિક ટાઈલ્સ દુનિયાના અનેક દેશોમાં નિકાસ કરાય છે. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ સાઉદી અરેબિયા અને આરબ દેશો છે. જ્યાં સિરામિક ઉદ્યોગ વર્ષે 3000 કરોડથી વધુનું એક્સપોર્ટ થાય છે જો કે, હાલમાં સાઉદી અરેબિયા દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે તે દેશના કોમર્સ મંત્રાલયમાં જે દરખાસ્ત કરી છે. જેમાં ભારતની ટાઈલ્સ પર 41 ટકા ડ્યુટી જયારે ચીનની ટાઈલ્સ પર 23 ટકા ડ્યુટી લગાડવા દરખાસ્ત કરાઈ છે. જે મંજુર કરાય તો મોરબીના ઉદ્યોગને મોટો ફટકો પડશે.
મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે મોટા માર્કેટ સમાન સાઉદી અરેબિયા અને આરબ દેશો જે GCC તરીકે ઓળખાય છે. તે દેશોમાં ભારત અને ચીનથી આવતી ટાઈલ્સ પ્રોડક્ટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા સાઉદી સરકારના મંત્રાલયમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ભારતની ટાઈલ્સ પર સંભવિત 41 ટકા જયારે ચીન પર માત્ર 23 ટકા ડ્યુટી લગાડવા દરખાસ્ત કરી છે. જેને મંજુરી મળે તો મોરબીના ઉદ્યોગને ફટકો પડશે કારણ કે, મોરબીના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 3000 કરોડ કરતા વધુ છે અને 41 ટકા ડ્યુટી લાગે તો એક્સપોર્ટ બંધ થઈ જશે. જેથી 30 થી 40 હાજર લોકોની રોજગારી પર અસર પડશે. ચીન જેટલી જ 23 ટકા ડ્યુટી ભારતની ટાઈલ્સ પર લગાવાય તેવી માંગ કરી છે.